Aapnucity News

બાસ્કેટબોલમાં ઝળકેલા કચ્છના ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરવા આતુર

ભુજ, તા. 24 : તાજેતરમાં સૂર્યા વરસાણી એકેડેમી સંકુલમાં યોજાયેલી રાજ્યકક્ષાની બાસ્કેટબોલ ટૂર્નામેન્ટમાં ઝળકેલા કચ્છના બે સ્પર્ધક હરકિરણ સિંઘ અને યુવરાજ શર્માની અન્ડર19 રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી થઈ હતી. પસંદગી પામેલા ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાએ સારા દેખાવનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગાંધીધામમાં રહેતો અને ડીપીએસમાં અભ્યાસ કરતો યુવરાજ રોહિત શર્મા મૂળે રાજ્ય કક્ષાની તરણવીર છે અને ત્રણેક વર્ષ અગાઉ જ તેણે બાસ્કેટબોલની તાલીમ લેવાનું શરૂ કર્યું છે. રાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરી કચ્છને ગૌરવ અપાવવા આતુર હોવાનું પણ તેણે કહ્યું હતું. આહાર અને વ્યાયામ નિયમનના આગ્રહી યુવરાજ પિતા રોહિત શર્મા રિસોર્ટના માલિક છે અને ગાંધીધામમાં બાસ્કેટબોલ કોચિંગ સેન્ટર ચલાવે છે. યુવરાજની બંને બહેન માયરા અને સમાયરા પણ ચાલુ વર્ષે ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષાએ અન્ડર-14માં કચ્છનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને કચ્છની ટીમ ત્રીજા સ્થાને રહી હતી, તો બંને બહેનો રાષ્ટ્રીય કક્ષાએ પણ પસંદગી પામી ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું છે.

Download Our App:

Get it on Google Play