Aapnucity News

બાગાયત ખાતાની વિવિધ યોજનાઓની જાણકારી તથા પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો

“ગ્રો મોર ફુટ ક્રોપ” અભિયાન હેઠળ બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ તથા પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસાર માટે બે તાલુકાઓમાં ખેડૂતો માટે તાલીમ કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ઉમરેઠ તાલુકાના બેચરી ગામે અને પેટલાદ તાલુકાના ઈસરામા ગામે આયોજિત થયા હતા. કાર્યક્રમ દરમિયાન ગાંધીનગરથી બાગાયત નિયામકશ્રી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જેમાં તેમણે ફળ પાક ક્ષેત્રે મળતી સહાય યોજનાઓ, તકેદારીનાં પગલાં અને કૃષિમાં નવીનતમ ટેક્નોલોજી અપનાવવાની અસરકારક રીતો, બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ, પ્રાકૃતિક ખેતીના લાભો, ખર્ચ ઘટાડવાની રીતો અને જમીનના આરોગ્ય જાળવવાની પદ્ધતિ અંગે ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ખેડૂતો દ્વારા ઉત્સાહપૂર્વક ઉપસ્થિતિ નોંધાવી સરકારશ્રીની યોજનાકીય માહિતી મેળવીને પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે આણંદ બાગાયત વિભાગના નાયબ નિયામકશ્રી ડૉ સ્મિતા પિલ્લાઈ,તાલુકાના બાગાયત અધિકારીઓ, ખેતીવાડી વિભાગના વિસ્તરણ અધિકારીઓ, ગ્રામસેવકો અને આત્મા કચેરીના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Download Our App:

Get it on Google Play