Aapnucity News

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડિયાદમાં કરોડો રૂપિયાના વિકાસનાં કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડિયાદમાં કરોડો રૂપિયાના વિકાસનાં કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. નડિયાદ શહેરના વિકાસના કામો અને જિલ્લાને સ્પર્શતા મહત્વના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. મહત્વનો પ્રોજેક્ટ ગણાતા પ્રગતીનગરમાં ગુજરાત હાઉસીંગ બોર્ડના 133 કરોડના ખર્ચે નવનિર્માણ પામનાર 900 જેટલા મકાનોના પ્રોજેક્ટનુ ખાતમુહૂર્ત ભુપેન્દ્ર પટેલે કર્યું હતું. આ સાથે તેઓ નડિયાદ પીપલગ રોડ પર યોગી ફાર્મ ખાતેથી જાહેર સભાને સંબોધી હતી. જ્યા મુખ્યમંત્રીએ સ્વચ્છતા મુદ્દે ટકોર કરી હતી અને કહ્યું કે, સાહેબ આવે છે રોડ બની ગયા સ્વચ્છ થઈ ગયા, અમે એવુ નથી ઈચ્છતા, સ્વચ્છતા તો રોજ હોવી જોઈએ. આ પ્રસંગે ભુપેન્દ્ર પટેલે યોગીફાર્મ ખાતેથી જનમેદનીને સંબોધતા જણાવ્યું કે, નડિયાદ મહાનગરપાલિકા દ્વારા ચાલતાં કામો ગુણવત્તા યુક્ત રહેશે અને આ સ્ટેપ પર ચાલે તો અમે ભંડોળ માટે ના નહીં પાડી શકીએ, આ આવાસો 2 વર્ષમાં પુરા થઈ જશે. સરદાર પટેલ, ઈન્દુલાલ યાજ્ઞિક અને રવિશંકર મહારાજને યાદ કરી તેમણે જણાવ્યું કે, સરદાર પટેલની દોઢસોમી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે રૂપિયા 243 કરોડથી વધુ વિકાસના કામો નડિયાદને આપ્યા છે. નડિયાદને 162 કરોડના કામો વેગવંતા થયા છે. સાડા છ મહિનામાં જ આ મોટી કિંમત આપી છે. વધુમાં જણાવ્યું કે, મહાનગરપાલિકા બન્યા પછી આ લોગો અને વેબસાઈટ પણ લોન્ચ કરવામાં આવી છે. શહેરમાં પાયાની સુવિધાઓ મળી રહે તે દિશામાં પગલું ભર્યું છે. વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, સ્વચ્છતા બાબતે શહેરના નાગરિકો સ્વચ્છતા જાળવે તેવી અપીલ છે.

Download Our App:

Get it on Google Play