Aapnucity News

Breaking News
પવન કુમાર ચૌબે ગંગવારને મિર્ઝાપુરના નવા જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.નાગ પંચમી: ગુસ્સો શાંત કરો, સંવાદિતાની ઉજવણી કરો અને પ્રકૃતિની પૂજા કરોવારાણસીમાં ભાજપે ઓપરેશન મહાદેવની સફળતા પર આતંકવાદીઓના પોસ્ટર સળગાવ્યા અને મીઠાઈઓ વહેંચીકન્નૌજ તોડવું — ચોરોએ રાત્રે એક દુકાનમાં રાખેલી રોકડ ચોરી કરી. દુકાનના રેકની અંદર રોકડ રકમ રાખવામાં આવી હતી. ચોરોએ રેક તોડીને હજારો રૂપિયાની ચોરી કરી. પીડિતાએ જણાવ્યું કે ચોરી રેક તોડીને કરવામાં આવી હતી. પીડિતાએ છિબ્રમૌ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી. બજારનવારાણસીમાં, નાગ પંચમીના દિવસે, અખાડાઓમાં ગદા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જમ્મુ કાશ્મીરમાં કમાન્ડો ઓમપાલને મળ્યું સન્માન

આણંદ ખાતે રાહુલ ગાંધીએ કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરનું કરેલું ઉદ્દઘાટન

આગામી ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા અત્યારથી જ જે રીતે સંગઠનને મજબુત બનાવવાનું બીડું ઝડપ્યું છે, તેની સાથે સાથે લોકપ્રશ્નોને વાચા અપાઈ રહી છે ત્યારે કોંગ્રેસ વિજયી બનીને ગાંધીનગર ખાતે સત્તાના સુત્રો સંભાળશે તેમ આજે આણંદ નજીક આવેલા નિજાનંદ રીસોર્ટ ખાતે કોંગ્રેસના નવનિયુક્ત જીલ્લા-શહેર-મહાનગરપાલિકાના પ્રમુખોની ત્રીદિવસીય પ્રશિક્ષણ શિબિરનું ઉદ્ઘાટન કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું છે. ૨૦૧૭નીચૂંટણીમાં માત્ર ચાર જ મહિના સંગઠન અને ચૂંટણીલક્ષી કામગીરી કરાઈ હતી તેમ છતાં પણ કોંગ્રેસ. સત્તાની નજીક પહોંચવામા સફળ રહ્યું હતુ. ત્યારે આ વખતે કોંગ્રેસે અત્યારથી જ સંગઠનને વધુને -વધુ મજબુત બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. સાથે સાથે લોકોના પ્રશ્નોને પણ વાચા અપાઈ રહી છે. તેઓ પણ અવાર-નવાર ગુજરાત આવતા રહેશે અને વિવિદ લોકપ્રશ્નો સંદર્ભે આયોજીત. કાર્યક્રમોમાં ભાગ લેશે તેમ વધુમાં જણાવ્યું હતુ. સત્તા માટે નહીં પરંતુ ભાજપના કુસાશન સામે લોકોની વચ્ચે જઈને લોકોના પ્રશ્નોને ઉઠાવી બધાને સાથે જોડીને અધિકાર-ન્યાયની લડાઈ તે માટે સંગઠનનને મજબુત બનાવવાની હાકલ કરી હતી. ગુજરાતના કોઈપણ જીલ્લામાં કોઈપણ અત્યાચાર થાય ત્યાં કોંગ્રેસ મજબુતાઈથી લડત આપશે. આ પુર્વે રાહુલ ગાંધી વિમાન માર્ગે વડોદરા એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા હતા ત્યાંથી રોડ માર્ગે -વાયા વાસદ, આસોદર ચોકડીએ આવી પહોંચતા ત્યાં સેંકડોની સંખ્યામાં એકત્ર થયેલા કાર્યકરો દ્વારા -ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. ત્યાંથી અંધારીયા ચોકડી નજીક આવેલા નિજાનંદ રીસોર્ટ ખાતે. પહોંચ્યા હતા. જ્યાં તાજેતરમાં જ નવા નિમાયેલા જીલ્લા અને શહેર-મહાનગરપાલિકાના પ્રમુખોની પ્રશિક્ષણ શિબિરનું દિપ પ્રગટાવીને ઉદ્ઘાટન કરીને ઉપસ્થિત તમામમાં નવું જોમ ઉમેરવાનો પ્રયાસ. કર્યો હતો. આ પ્રસંગે તેમની સાથે ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી સહિત કોંગી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. દોઢ કલાક સુધી ચાલેલી આ પ્રશિક્ષણ શિબિર બાદ બપોરના લંચ માટે રીસેષ પડી હતી. રીસેષ બાદ પુનઃ પ્રશિક્ષણ શિબિર શરૂ થશે જે ત્રણ વાગ્યા સુધી ચાલનાર છે. ત્રણ વાગ્યે રાહુલ ગાંધી જીટોડીયા પાસે આવેલા બંધન પાર્ટી પ્લોટ ખાતે આવી પહોંચશે જ્યાં અમુલના સભાસદો અને સહકારી આગેવાનો સાથે સંવાદ કરશે.

Download Our App:

Get it on Google Play