Aapnucity News

Breaking News
પવન કુમાર ચૌબે ગંગવારને મિર્ઝાપુરના નવા જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.નાગ પંચમી: ગુસ્સો શાંત કરો, સંવાદિતાની ઉજવણી કરો અને પ્રકૃતિની પૂજા કરોવારાણસીમાં ભાજપે ઓપરેશન મહાદેવની સફળતા પર આતંકવાદીઓના પોસ્ટર સળગાવ્યા અને મીઠાઈઓ વહેંચીકન્નૌજ તોડવું — ચોરોએ રાત્રે એક દુકાનમાં રાખેલી રોકડ ચોરી કરી. દુકાનના રેકની અંદર રોકડ રકમ રાખવામાં આવી હતી. ચોરોએ રેક તોડીને હજારો રૂપિયાની ચોરી કરી. પીડિતાએ જણાવ્યું કે ચોરી રેક તોડીને કરવામાં આવી હતી. પીડિતાએ છિબ્રમૌ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી. બજારનવારાણસીમાં, નાગ પંચમીના દિવસે, અખાડાઓમાં ગદા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જમ્મુ કાશ્મીરમાં કમાન્ડો ઓમપાલને મળ્યું સન્માન

આણંદમાં માત્ર 3 ઇંચ વરસાદમાં 20થી વધુ વિસ્તારોમાં પાણી ભરાયાં

આણંદ શહેરના છેલ્લા એક સપ્તાહથી સામાન્ય વરસાદી છાટાં વચ્ચે ઉઘાડ રહેતા અસહ્ય ગરમીનો અનુભવ વર્તાતો હતો. જો કે શનિવાર મોડી રાત વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો હતો. જો કે રવિવાર વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો હતો. ધીમી ગતિ વરસાદ વરસી રહ્યો હતો. બપોરના 12 થી 3 દરમિયાન ત્રણ કલાકમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો.જેના કારણે શહેરના વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ભરાઇ ગયા હતા. જેને લઇને નગરજનોને ભારે હાલાકી વેઠવાનો વખત આવ્યો હતો. રવિવારે સવારથી વરસાદી માહોલ છવાયો હતો. જેના કારણે શહેરના ગામડીવડ વિસ્તાર, ઇન્દિરા સ્ટેચ્યુ, આઇટીઆઇ પાસે મુખ્ય માર્ગ તેમજ નવા બસ સ્ટેશન નજીક વરસાદી પાણી માર્ગો પરથી દોઢ ફૂટ વહેતા જોવા મળ્યાં હતા.

Download Our App:

Get it on Google Play