Aapnucity News

આણંદ જિલ્લાના આરોગ્ય શાખામાં આરોગ્ય લક્ષી કામગીરી વધુ સુદ્રઢ બને તે માટે ૮ જેટલા ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરાયા

જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી ના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી પિયુષ પટેલ દ્વારા આણંદ જિલ્લાના આરોગ્ય શાખામાં આરોગ્ય લક્ષી કામગીરી વધુ સુદ્રઢ બને તે માટે ૧- જિલ્લા એકાઉન્ટ,૧- ન્યુટ્રિશન આસિસ્ટન્ટ ,૬- એકાઉન્ટ કમ કોમ્પ્યુટર નવા નિમણૂક પત્રો જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ (બાદલભાઈ)આપવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા એકાઉન્ટએ સમગ્ર આણંદ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને તાલુકા કક્ષાએ તાલુકા હેલ્થ કચેરીના એકાઉન્ટની માહિતી અને જિલ્લા કક્ષાએ એકાઉન્ટની કામગીરી કરવાની હોય છે.એકાઉન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર એ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એકાઉન્ટની કામગીરી અને થયેલ કામગીરીનું રિપોર્ટિંગની કામગીરી કરવાની હોય છે.

Download Our App:

Get it on Google Play