Aapnucity News

નડિયાદમાં 46 લાખના વિદેશી દારૂનો પ્રાંત અધિકારીની હાજરીમાં નાશ કરાયો

નડિયાદમાં પોલીસે જપ્ત કરેલા 46 લાખ 7 હજાર રૂપિયાની કિંમતના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે. પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં પીજ ચોકડી ખાતે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે અગાઉ બાતમીના આધારે વિવિધ રેડ દરમિયાન આ દારૂ જપ્ત કર્યો હતો. નડિયાદ ડિવિઝનની હદના પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા કુલ 19,500 વિદેશી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો છે. નડિયાદ પીજ ચોકડી ખાતે અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો પર બુલડોઝર ફેરવીને સંપૂર્ણ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન નડિયાદ ડીવાયએસપી, નડિયાદ ટાઉન પી.આઈ., ચકલાસી પી.એસ.આઈ. તેમજ વડતાલ પી.આઈ. હાજર રહ્યા હતા. આ કાર્યવાહી ગુજરાત રાજ્યમાં દારૂબંધીના કાયદાના અમલીકરણના ભાગરૂપે કરવામાં આવી હતી.

Download Our App:

Get it on Google Play