Aapnucity News

Breaking News
બદાયૂં પોલીસ સ્ટેશન ઉઘૈતી વિસ્તારના ધારેરા ગામમાં ગઈકાલે રાત્રે બે ઘરમાં ચોરી થઈ હતી, લોકોમાં ગભરાટનો માહોલ છે, પોલીસ તપાસમાં વ્યસ્ત છે.જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકે સદર તહસીલમાં લોકોની સમસ્યાઓ સાંભળીઇસ્કોન લખીમપુર દ્વારા “મહાવતાર નરસિંહ” ફિલ્મના સામૂહિક દર્શનનું આયોજન કરવામાં આવ્યુંબદાયૂંના બે અલગ અલગ ગામોમાં લાખો રૂપિયાની ચોરીની માહિતી પર પોલીસ તપાસ ચાલી રહી છે.ભારત વિકાસ પરિષદ લખીમપુર દ્વારા મજરા રામલાલ આટકોના ગામમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયોબદાયુમાં, બે યુવાનોને ડ્રોનથી ગુનેગાર સમજીને ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો. બે પિસ્તોલ મળી આવી હતી. પોલીસે બંને શખ્સોને કસ્ટડીમાં લીધા હતા અને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.

ઓડ અને સાવલી નગરપાલિકા વિસ્તારમાં માર્ગ દુરસ્તીકરણનું નિરીક્ષણ કરતા પ્રાદેશિક નગરપાલિકા નિયામક

પ્રાદેશિક નગરપાલિકા નિયામક-વડોદરા ઝોન હસ્તકના ૬ જિલ્લાની ૨૫ નગરપાલિકામાં હાલ ચોમાસાના કારણે રોડ-રસ્તાને થયેલ નુકસાન તથા ખાડાના રિપેરીંગની કામગીરી રાત દિવસ સઘન રીતે યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જેનું ઉચ્ચ અધિકારી દ્વારા સઘન રીતે દેખરેખ રાખવામાં આવી રહ્યું છે, ત્યારે માર્ગ મરામતની કામગીરી સત્વરે અને ઉચ્ચ ગુણવત્તા યુક્ત થાય તે દેખરેખ રાખવામાં આવી રહી છે. બુધવારે ઓડ નગરપાલિકા ખાતે પ્રાદેશિક કમિશ્નરશ્રી સુરભિ ગૌતમ, અધિક કલેક્ટરશ્રી મેહુલ પંડ્યા, કાર્યપાલક ઈજનેરશ્રી અમિત પટેલ, સંબંધિત ચીફ ઓફિસરશ્રી તેમજ કર્મચારીઓની ટેકનિકલ ટીમ દ્વારા નગરપાલિકાના કામોનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં ઓડ નગરપાલિકા વિસ્તારના સૂર્યાગેટથી કુમારશાળા સુધીના રોડ ઉપરના ખાડાઓ પુરવા માટે એસ.ઓ.પી. આધારિત રોડ રીસફેસિંગના કામો, પાકા પેચવર્કના કામો તેમજ અમૃત-૨.૦ યોજનામાં વિજાસર તળાવ ડેવલોપમેન્ટ એન્ડ બ્યુટીફીકેશનના કામોનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. સાવલી નગરપાલિકા વિસ્તારના ભાતપુરા તળાવ પાસે આવેલ લેગસી વેસ્ટની સાઇટ પર પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવવા માટે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ સરદાર પટેલ સ્ટેચ્યુથી બસ સ્ટેન્ડ થઈ લાઇબ્રેરી ચોક સુધીના રોડ ઉપરના ખાડાઓ પુરવા માટે એસ.ઓ.પી. આધારિત રોડ રીસફેસિંગના કામો, પાકા પેચવર્કના કામો તથા માય થેલી પ્રોજેકટ તેમજ સીટી સિવિક સેન્ટરનું નિરીક્ષણ કર્યું હતું, તદ્દઉપરાંત નવીન નગરપાલિકા કચેરી બનાવવા માટે તેમજ નગરપાલિકાના વિવિધ વિકાસના કામો અન્વયે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વાહન ચાલકો તથા રાહદારીઓને માર્ગોની માળખાકીય સુવિધાઓનો લાભ મળે અને નાગરીકોને કોઈ અગવડ ના પડે તે ધ્યેય સાથે રાજ્ય સરકારના દિશા નિર્દેશ પ્રમાણે રોડ રસ્તાની રીપેરીંગની કામગીરી માટે પ્રો એક્ટિવ અભિગમ અપનાવવા તથા રોડ-રસ્તા, ખાડા બાબતે આવતી ફરિયાદનું એક જ દિવસમાં અસરકારક રીતે હકારાત્મક નિકાલ થાય તેવી નગરપાલિકાના તંત્રને સૂચના આપવામાં આવી હતી.

Download Our App:

Get it on Google Play