રાજ્યભરમાં નારી વંદન ઉત્સવની ઉજવણી કરવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે જે અન્વયે આણંદ જિલ્લામાં તા.૧લી ઓગસ્ટ થી તા. ૦૮ ઓગસ્ટ સુધી નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે. આ સમગ્ર સપ્તાહ દરમિયાન મહિલા સશક્તિકરણલક્ષી વિવિધ કાર્યક્રમો યોજાશે. રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની મહિલાઓ સામાજિક આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મહિલાઓના સર્વાંગી વિકાસ સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય સહિત મહત્વના પરિબળો અને વિવિધ ક્ષેત્રમાં મહિલાઓ સક્ષમ બને તે હેતુસર તા.૧ ઓગસ્ટથી નારી વંદન સપ્તાહની ઉજવણી થશે. આ કાર્યક્રમ અંતર્ગત તા.૧ ઓગસ્ટે ટીબી હાઇસ્કુલ ભાદરણ ખાતે સવારે ૧૧- ૦૦ કલાકે, મહિલા સુરક્ષા દિવસ, તા.૨ ઓગસ્ટે બેટી બચાવો બેટી પઢાવો દિવસની ઉજવણી જે ડી પટેલ કન્યાશાળા, બોરસદ ખાતે સવારે ૯- ૩૦ કલાકે, તા.૪ ઓગસ્ટે મહિલા સ્વાવલંબન દિવસ, નલીની કોલેજ, વલ્લભ વિદ્યાનગર, આણંદ ખાતે સવારે ૯- ૦૦ કલાકે, તા.૫ ઓગસ્ટે મહિલા નેતૃત્વ દિવસ, તાલુકા પંચાયત હોલ બોરસદ ખાતે સવારે ૧૧- ૩૦ કલાકે, તા.૬ ઓગસ્ટે મહિલા કર્મયોગી દિવસ, એલીકોન ગ્રુપ ઓફ કંપની, વિઠ્ઠલ ઉદ્યોગ નગર, આણંદ ખાતે, તા.૭ ઓગસ્ટે મહિલા કલ્યાણ દિવસ, જે ડી પટેલ કોલેજ, બોરસદ ખાતે સવારે ૯- ૩૦ કલાકે અને તા.૦૮ ઓગસ્ટે મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી બોરસદ તાલુકાના ઝારોલા ગામ ખાતેની એચ.ડી. પરીખ એન્ડ શ્રીમતી યુ એમ એચ પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે થશે, તેમ આણંદના જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યુ છે.
આણંદ જિલ્લામાં તા.૧લી ઓગસ્ટ થી તા. ૦૮ ઓગસ્ટ સુધી નારી વંદન સપ્તાહની ઉજવણી કરાશે
