Aapnucity News

Breaking News
શિવ સંકલ્પ મહિના અંતર્ગત GGIC માં શ્રદ્ધા, સંસ્કૃતિ અને પરંપરાનો સંગમ જાગૃત થયોલખીમપુર ખેરીમાં આયોજિત ‘સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ’, આકાંક્ષા હાટ પણ આકર્ષણનું કેન્દ્ર બની*ATETVA ની વિશાળ વિરોધ કૂચનું સમાપન, NPS/UPS, ખાનગીકરણ અને શાળાના વિલીનીકરણના વિરોધમાં શિક્ષકો અને કર્મચારીઓ રસ્તા પર ઉતર્યાએક ગામમાં એક વિશાળ મગર ઘુસી ગયો. આ પછી આખા ગામમાં નાસભાગ મચી ગઈ. આ દરમિયાન એક વિશાળ મગર માર્યો ગયો.કન્નૌજ બ્રેકિંગ — છિબ્રામૌ તહેસીલ સંપૂર્ણ સમાધાન દિવસનું આયોજન કરવામાં આવ્યું, સિકંદરપુરના અધ્યક્ષ હરિહર સિંહે સમાધાન દિવસમાં ગેરકાયદે કબજાની ફરિયાદ, નગર પંચાયતની જમીનને જમીન માફિયાઓના કબજામાંથી મુક્ત કરવા અંગે ડીએમ આશુતોષ કુમાર અગ્નિહોત્રીને ફરિયાદપૂર્વ સરદારે કંવરિયાઓને છોટી કાશી મોકલ્યા*

ડાલી પ્રાથમિક શાળાને જિલ્લા અને તાલુકા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્તઃ રાજ્ય એવોર્ડ વિજેતા શિક્ષકનું બહુમાન

સોજીત્રા તાલુકાની ડાલી પ્રાથમિક શાળાએ “સક્ષમ શાળા” શ્રેણીમાં પોતાના શ્રેષ્ઠ કાર્ય પ્રદર્શન દ્વારા તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ હાંસલ કરીને ખંડ અને જીલ્લાનું ગૌરવ વધાર્યું છે. શાળાની આ સિદ્ધિનો નિમિત્તે રાજ્ય અને ટેકનોલોજી એવોર્ડ વિજેતા શિક્ષક જીગ્નેશભાઈ ગૌતમભાઈ પ્રજાપતિનું સન્માન પણ ભવ્ય રીતે કરવામાં આવ્યું. આ સન્માન સમારંભ આજ રોજ બીએપીએસ બાકરોલ વિદ્યામંદિર ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં નાયબ જિલ્લા દંડક, જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી, શિક્ષણ સમિતિના ચેરમેન, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ શિક્ષણવિદ અને પ્રશાસનના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ અધિકારીઓએ ડાલી શાળાની કામગીરીની પ્રશંસા કરી અને જીગ્નેશભાઈના શ્રેષ્ઠ શિક્ષણ સેવાઓને બિરદાવી. ગ્રામ્ય વિસ્તારમાં અભણતા સામે યુદ્ધ કરતી શાળાઓમાં ડાલી પ્રાથમિક શાળાએ જે રીતે અનોખું કાર્ય કર્યું છે તે સમસ્ત શિક્ષણજગત માટે પ્રેરણાસ્ત્રોત રૂપ છે. શાળાના શિક્ષકો અને વિધાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તથા ભવિષ્યમાં વધુ સફળતાઓ માટે શુભેચ્છાઓ આપવામાં આવી હતી.

Download Our App:

Get it on Google Play