Aapnucity News

Breaking News
*કિસાન સન્માન નિધિના 20મા હપ્તા ટ્રાન્સફર કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું*સંકટ દેવી ક્રોસિંગ પાસેના થાંભલામાંથી અચાનક આગ લાગી, ગભરાટ ફેલાયો, વીજળી વિભાગને માહિતી આપવામાં આવીકૃષિ વિભાગના મુખ્ય સચિવે વારાણસીમાં પ્રાદેશિક માટી પરીક્ષણ પ્રયોગશાળાનું ઓચિંતું નિરીક્ષણ કર્યુંઔરૈયાના 2.20 લાખ ખેડૂતોને PM કિસાન યોજનાનો હપ્તો મળ્યો છેલાલપુર પાંડેપુર પોલીસે હત્યાના પ્રયાસમાં પિસ્તોલથી ફાયરિંગ કરવાના કેસમાં યશ પ્રતાપ સિંહની ધરપકડ કરીકન્નૌજ: લોકસભામાં અસીમ અરુણનું નિવેદન: આતંકવાદીઓને ભંડોળ આપનારા પણ આતંકવાદી હશે: આ બિલ પર કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના વાંધો ઉઠાવતા, સમાજ કલ્યાણ રાજ્ય મંત્રી અસીમ અરુણે કહ્યું કે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીનો આતંકવાદીઓને રક્ષણ આપવાનો લાંબો ઇતિહાસ રહ્યો

આણંદ પ્રાંત કચેરીમાંથી નિવૃત્ત થતા ડ્રાયવરને નાયબ કલેકટરએ અનોખુ સન્માન આપી વિદાય આપી

આણંદ પ્રાંત કચેરીનાં સરકારી વાહનનાં ડ્રાયવર તરીકે ફરજ બજાવી નિવૃત્ત થતા ઐયુબમીંયા પીરઝાદાને પ્રાંત અધિકારીએ પોતાની ખુરસીમાં બેસાડી અનોખુ સન્માન આપી તેમજ નિવૃત્ત થતા ડ્રાયવરને સરકારી વાહનમાં બેસાડી પ્રાંત અધિકારી સરકારી વાહન ડ્રાઈવ કરી ઐયુબમીંયાને તેમનાં ધરે મુકવા ગયા હતા અને એક ડ્રાયવર પ્રત્યે અનોખુ સન્માન આપી વિદાય આપી હતી.આણંદ શહેરમાં સેવાસદન સ્થિત પ્રાંત કચેરીમાં સરકારી વાહનનાં ડ્રાયવર તરીકે ૩૨ વર્ષ સુધી ફરજ બજાવ્યા બાદ ઐયુબમિંયા પિરઝાદા વયમર્યાદાને લઈને નિવૃત્ત થતા પ્રાંત કચેરીનાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તેઓનો વિદાય સમારોહ યોજી અનોખી વિદાય આપવામાં આવી હતી,ત્યારે પ્રાંત અધિકારી અને નાયબ કલેકટર ડૉ.મયુર પરમારએ ઐયુબમિંયા પિરઝાદાની સેવાઓને બિરદાવતા તેઓને સાલ ઓઢાડી પુષ્પહાર પહેરાવી તેઓને પોતાની પ્રાંત અધિકારીની ખુરસી પર બેસાડી અનોખુ સન્માન આપ્યું હતું, અને એટલુ જ નહી ઐયુબમિંયાએ ફરજ દરમિયાન સરકારી વાહનમાં અધિકારીઓને બેસાડીને ડ્રાઈવીંગ કરીને ફરજ બજાવી છે,ત્યારે નાયબ કલેકટર ડૉ.મયુર પરમારએ ડ્રાયવર ઐયુબમિંયા અને તેમનાં પરિવારને સરકારી વાહનમાં બેસાડીને નાયબ કલેકટર ડૉ.મયુર પરમાર જાતે સરકારી વાહન હંકારીને ઐયુબંમિયાને તેઓનાં ધર મુકવા ગયા હતા અનોખી વિદાય આપી હતી. એક નિવૃત્ત થતા ડ્રાયવરને નાયબ કલેકટર અને પ્રાંત અધિકારી ડૉ.મયુર પરમારએ અનોખું સન્માન આપી તેઓની સેવાઓને બિરદાવતા ઐયુબમિંયા પણ ભાવવિભોર થઈ ગયા હતા,અને તેમણે કહ્યું હતું કે મે કયારેય વિચાર પણ કર્યો ન હતો,ત્યારે આવા ઉમદા અધિકારીએ તેઓને જે માન સન્માન આપ્યું છે,તે તેઓ જીવનભર ભુલી શકશે નહી.તેઓએ ૩૨ વર્ષ સુધી ફરજ દરમિયાન કલેકટર અને નાયબ કલેકટર કક્ષાનાં અધિકારીઓનાં ડ્રાયવર તરીકે ફરજ બજાવી છે,અને દરેક અધિકારીઓ દ્વારા તેઓને સન્માન આપવામાં આવ્યું છે,

Download Our App:

Get it on Google Play