Aapnucity News

Breaking News
*કિસાન સન્માન નિધિના 20મા હપ્તા ટ્રાન્સફર કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું*સંકટ દેવી ક્રોસિંગ પાસેના થાંભલામાંથી અચાનક આગ લાગી, ગભરાટ ફેલાયો, વીજળી વિભાગને માહિતી આપવામાં આવીકૃષિ વિભાગના મુખ્ય સચિવે વારાણસીમાં પ્રાદેશિક માટી પરીક્ષણ પ્રયોગશાળાનું ઓચિંતું નિરીક્ષણ કર્યુંઔરૈયાના 2.20 લાખ ખેડૂતોને PM કિસાન યોજનાનો હપ્તો મળ્યો છેલાલપુર પાંડેપુર પોલીસે હત્યાના પ્રયાસમાં પિસ્તોલથી ફાયરિંગ કરવાના કેસમાં યશ પ્રતાપ સિંહની ધરપકડ કરીકન્નૌજ: લોકસભામાં અસીમ અરુણનું નિવેદન: આતંકવાદીઓને ભંડોળ આપનારા પણ આતંકવાદી હશે: આ બિલ પર કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના વાંધો ઉઠાવતા, સમાજ કલ્યાણ રાજ્ય મંત્રી અસીમ અરુણે કહ્યું કે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીનો આતંકવાદીઓને રક્ષણ આપવાનો લાંબો ઇતિહાસ રહ્યો

ડાકોરમાં રામરોટી સેવા મંડળ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો

શ્રી રામ રોટી સેવા મંડળના પ્રમુખશ્રી વિનોદભાઈ સુખડીયા (ગોટાવાળા )એ ડાકોરની તમામ શાળાઓના ધો. 10 અને ધો. 12 ની માર્ચ 25 ની બોર્ડ પરીક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ ડાકોરના સંત ધર્મભૂષણ પૂ. વિજયદાસજી મહારાજ,આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર અને ગુના નિયંત્રણ પરિષદ ના ઉપાધ્યક્ષ કેતન મોદી, ડાકોર ના એગ્રો સર્વિસ સેન્ટર ના દિલીપભાઈ શાહ, ડાકોરના મૂકસેવક કે. બી. શાહ,ભવન્સ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ એન. એચ. તરવાડી, આઈ. કે. પાઠક, લાયન્સ ક્લબ ઓફ ડાકોર પિલગ્રિમના પ્રમુખશ્રી ડો. યોગેશ પી. દવે દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. મહેમાનોનો પરિચય ઉત્તર બુનિયાદી વિદ્યાલય ડાકોરના પૂર્વ આચાર્યશ્રી જયદીપસિંહ ડાભીએ, અને ડૉન બૉસ્કો હાઈસ્કૂલ ના પ્રિન્સિપાલ ફાધર પ્રવીણ મકવાણાએ સ્વાગત પ્રવચન કરી આવકાર્યા હતા. પૂ. વિજયદાસજી મહારાજે સૌ વિદ્યાર્થીઓને અભિનંદન આપી વ્યસન તથા મોબાઈલના અતિ ઉપયોગ થી દૂર રહી ઉત્તરોત્તર પ્રગતિ કરતાં રહો એવા શુભાશિષ પાઠવ્યા હતા. ડાકોરના વિદ્યાર્થીઓને શિક્ષણમા પ્રોત્સાહન મળે તે માટે તમામ શાળાઓમાં વર્ષોથી કાર્યરત વિનોદભાઈએ સૌને ચાંદીનો સિક્કો, શિલ્ડ અને વિશિષ્ટ ગિફ્ટ આપી સન્માન કર્યું હતું.

Download Our App:

Get it on Google Play