Aapnucity News

Breaking News
*કિસાન સન્માન નિધિના 20મા હપ્તા ટ્રાન્સફર કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું*સંકટ દેવી ક્રોસિંગ પાસેના થાંભલામાંથી અચાનક આગ લાગી, ગભરાટ ફેલાયો, વીજળી વિભાગને માહિતી આપવામાં આવીકૃષિ વિભાગના મુખ્ય સચિવે વારાણસીમાં પ્રાદેશિક માટી પરીક્ષણ પ્રયોગશાળાનું ઓચિંતું નિરીક્ષણ કર્યુંઔરૈયાના 2.20 લાખ ખેડૂતોને PM કિસાન યોજનાનો હપ્તો મળ્યો છેલાલપુર પાંડેપુર પોલીસે હત્યાના પ્રયાસમાં પિસ્તોલથી ફાયરિંગ કરવાના કેસમાં યશ પ્રતાપ સિંહની ધરપકડ કરીકન્નૌજ: લોકસભામાં અસીમ અરુણનું નિવેદન: આતંકવાદીઓને ભંડોળ આપનારા પણ આતંકવાદી હશે: આ બિલ પર કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના વાંધો ઉઠાવતા, સમાજ કલ્યાણ રાજ્ય મંત્રી અસીમ અરુણે કહ્યું કે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીનો આતંકવાદીઓને રક્ષણ આપવાનો લાંબો ઇતિહાસ રહ્યો

ગંભીરા બ્રીજ તુટ્યા બાદ બંધ કરાયેલું બેચરી ગરનાળુ પગદંડી-બાઈક ચાલકો માટે ખુલ્લુ મુકાયું

ગંભીરા બ્રીજ તુટી પડ્યા બાદ આણંદ જિલ્લામાં નાના-મોટા ૯ જેટલા ગરનાળાઓને વાહન-વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. તે પૈકી ઉમરેઠથી સુંદલપુરા તરફ જતા બેચરી ગામે આવેલું ગરનાળુ પગદંડી રસ્તા તેમજ બાઈક ચાલકો માટે ખુલ્લુ મુકાવતાં ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર બેચરી ગરનાળુ પણ જર્જરીત હોવાનો રીપોર્ટ આવતાં તંત્ર દ્વારા તેને બંધ કરી દેવામાં આવ્યું હતુ. જેને લઈને બેચરી અને તેની આસપાસના ગામો ઘુળેટા, સુંદલપુરા, દુધાપુરા, શીલીયાપુરા, સુરેલીના ખેડૂતો, સ્કુલે અભ્યાસ કરવા માટે જતા વિદ્યાર્થીઓ તેમજ નોકરી-ધંધાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. ગરનાળુ_ બંધ થઈ જતાં તમામને હમીદપુરા અને ભરોડાવાળા ગરનાળાએથી અવર-જવર કરવી પડતી હતી જેને લઈને પોણા બે થી બે કીમી જેટલો નાહકનો ફેરો પડતો હતો. જેની રજુઆતો પણ કરવામાં આવી હતી.જેને પગલે ગરનાળુ પગદંડી રસ્તા માટે તેમજ બાઈક કે સાયકલ જેવા વાહનો જઈ શકે તે માટે ખુલ્લુ કરવાનું નક્કી કર્યું હતુ અને તુરંત જ બંધ કરી દેવામાં આવેલુ_ નાળુ ખુલ્લુ કરાયું હતુ. જેને લઈને ઉપસ્થિત ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી. છેલ્લા કેટલાક સમયથી આજુબાજુના ગ્રામજનોને ગરનાળું બંધ હોવાને કારણે ૧૦ કિમિથી વધુનો ફેરો પડતો હતો જેને લઈને આજુબાજુના તમામ ગ્રામજનો દ્વારા તમામ જગ્યાએ રજુઆતો કરી હતી જે રજુઆતોને ધ્યાને લઈને તંત્ર દ્વારા પગદંડી માર્ગ જેટલુ ગરનાળુ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેને કારણે હવે ગ્રામજનોને પડતો ૧૦ કિમીનો ફેરો હવે નહી પડે.

Download Our App:

Get it on Google Play